[tabwrap][tab title=”About Activity”]
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા બીજી ફેબ્રુઆરીથ ના રોજ “વર્લ્ડ વેટલેન્ડ ડે”ની ઉજવણી કંઈક આ રીતે કરવામાં આવેલજે અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો- ઓડિનેટર નરેશભાઈ ગુંદરણીયા દ્વારા જણાવવામાં આવેલ કે વર્લ્ડ વેટલેન્ડ ડે વિશેની માહિતી થી ભરપુર એક ઓનલાઇન ક્વીઝનુ તારીખ 02/02 થી 04/02/2021 સુધી નું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓનલાઇન ના માધ્યમ થીકરવામાં આવેલ. તેમજ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પી.પી.ટી. પ્રેઝન્ટેશન, વિડિયો પ્રદર્શન રાખવામાં આવેલ ત્યારબાદ નિબંધ સ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ. બંને સ્પર્ધામાં વિજેતાઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ
આ તકે વર્લ્ડ વેટલેન્ડ ડે વિશે વિશેષ માહિતી આપતા એકેડેમી કોર્ડીનેટર વિજયભાઈ કોટડીયાએ જણાવેલ કે આ વર્ષની થીમ તાજા પાણીના સ્ત્રોત તરીકે ભીના મેદાનો અને તેમને પુનર્સ્થાપિત કરવા અને તેમના નુકસાનને રોકવા માટે ક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે. તેમજ લોકો અને આપણા ગ્રહ માટે ભીની ભૂમિની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે દર વર્ષે 2 ફેબ્રુઆરી ના રોજ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવવામાંઆવે છે.
તેમજ આ તકે લોકવિજ્ઞાન કેન્દ્રના સાયન્સ કોમ્યુનીકેટર ધર્મેશભાઈ મકાણી એ જણાવેલ કે લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ સાથે જોડાવા માટે લોકવિજ્ઞાન કેન્દ્રના સોશિયલ મિડીયા જેવા કે ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ પર ફોલો કરવાથી લોક વિજ્ઞાન કેન્દ્રની માહિતી મળતી રહેશે.
[/tab][/tabwrap]